ગુજરાતી
સોગેટ નામ શ્રેષ્ઠ અનુવાદોનું પર્યાય બની ગયું છે.
30થી પણ વધુ
વર્ષોના અનુભવથી અમે બહુભાષી દસ્તાવેજોના
નિર્માણમાં ખાસિયત ધરાવતી ઈટલીની એક સૌથી
વિશાળ સંસ્થા બન્યા છીએ.
બધી જ
મહત્ત્વની ભાષાઓમાંની અમારી સેવાઓમાં જેમ કે,
(ટેકનિકલ લખાણ અને સંપાદન), સ્થાનીયકરણ,
ગ્રાફિક્સ અને કૅડ (CAD) કૉમ્પ્યૂટરની સહાયથી
ડિઝાઈન તૈયાર કરવી, પાનાના સમુલાગ્ર આલેખન અને
મુદ્રણનો સમાવેશ થાય છે.
તમારા
આંતરરાષ્ટ્રીય સંપર્કો વધુમાં વધુ રહે તે માટે
મલ્ટી મીડિયા નિર્માણો, ઈંટરનેટ ઉપર પ્રદર્શિત
કરવા માટેની આકૃતિઓ અને વેબપેજિસની સેવાઓ પણ
પુરી પાડવામાં આવે છે.
અમારી સંસ્થા
આઈએસઓ (ISO 9001) ધોરણ
સાથે સુસંગત ગુણવત્તા પ્રણાલીથી સંચાલિત થાય
છે; આ કાર્યપદ્ધતિમાં નીચેની બાબતોનો સમાવેશ
થાય છે :
યોગ્ય
પરિયોજના પ્રબંધકો (પ્રોજેક્ટ મેનેજર) દરેક
કામ પર દેખરેખ રાખે છે, સંસાધનોનું સંચાલન કરે
છે અને ગ્રાહકની અપેક્ષાઓને અનુરૂપ વર્તે છે.
તે જ પ્રમાણે
મેકિનટોશ (Macintosh) અને વિન્ડોઝ (Windows)
માટેના અમારા સોફ્ટવેર કાર્યક્રમોનું એકધારું
અદ્યતનીકરણ થતું રહે છે. તેનો અર્થ એ થયો કે
અમારા ગ્રાહકો તેમના સંસાધનો સાથેની પુર્ણ
સુસંગતતા પર ભરોસો રાખી શકે છે.
તેથી જ અમે
5000થી પણ વધુ ગ્રાહકો ધરાવીએ છીએ, તે જાણીને
નવાઈ લાગવી જોઈએ નહીં. અમારામાંના તેઓના
વિશ્વાસે અમને ઉચ્ચ કોટિના કોર્પોરેટ
બ્રોશરોથી લઈ અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટો
માટેની માર્ગદર્શિકાઓ સુધીની તમામ પુસ્તિકાઓ,
ચોપાનિયાં વગેરેનું નિર્માણ કરવાની કુનેહ
બક્ષી છે. ક્વૉટેશન માગો અને તમને જણાશે કે
યુરોપીય બજારમાં અમારી સેવાઓ ખૂબ જ
સ્પર્ધાત્મક છે.
This page in PDF
This page in Flash